અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત ડ્રગ્સ પકડાયું છે. ભારતીય નૌકાદળ, NCB અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશનમાં ભારતીય દરિયાઈ સરહદે 3100 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય નૌકાદળના આ સંયુક્ત ઓપરેશનમાં શકમંદો ઈરાનથી જહાજમાં હશીશ અને અન્ય માદક દ્રવ્યો લઈ જઈ રહ્યા હતા.બે દિવસ દરિયામાં રહ્યા બાદ ભારતીય નૌકાદળે પ્રાદેશિક જળસીમામાં પ્રવેશેલી શંકાસ્પદ બોટને અટકાવી હતી અને તપાસ કરતાં બોટમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય નૌકાદળના આ સંયુક્ત ઓપરેશનમાં શકમંદો ઈરાનથી જહાજમાં હશીશ અને અન્ય માદક દ્રવ્યો લઈ જઈ રહ્યા હતા.બે દિવસ દરિયામાં રહ્યા બાદ ભારતીય નૌકાદળે પ્રાદેશિક જળસીમામાં પ્રવેશેલી શંકાસ્પદ બોટને અટકાવી હતી અને તપાસ કરતાં બોટમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જહાજમાં સવાર પાંચ ક્રૂ મેમ્બરોને પકડી લેવામાં આવ્યા હતા. પકડાયેલી બોટ, ડ્રગ્સ અને 5 શંકાસ્પદ પાકિસ્તાનીઓને ગુજરાતના પોરબંદર લઈ જવામાં આવ્યા છે.
જહાજની તપાસ કરતાં જહાજમાં કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું પરંતુ પકડાયેલા 5 શકમંદો પાકિસ્તાની હોવાની આશંકા છે અને ભારતીય સુરક્ષા એજન્સીઓ હવે તેમની પાસેથી ડ્રગ્સ વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે…ડ્રગ્સ ક્યાં અને કોને મોકલવાના હતા અને ડ્રગ્સ મેળવનાર કોણ હતું અને આ ડ્રગ્સમાં અન્ય કેટલા લોકો સામેલ છે? તેની તપાસ ચાલી રહી છે…જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 2950 કિગ્રા હાશિશ, 160 કિગ્રા મેથેમ્ફેટામાઇન, 25 કિગ્રા મોર્ફિનનો સમાવેશ થાય છે.