Site icon Revoi.in

ગુજરાતમાં સાડા ત્રણ વર્ષમાં કુદરતી આફતને લીધે 549 લોકોએ જીવ ગુમાવ્યા હતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2020-21માં ભારે વરસાદ, પૂર–વાવાઝોડા સહિતની કુદરતી હોનારતના કારણે 215 લોકોએ જીવ ગુમાવ્યા હતા, કુદરતી હોનારતમાં મોત મામલે દેશમાં ગુજરાત બીજા ક્રમે છે, પશ્ચિમ બંગાળમાં આ વખતે સૌથી વધુ ૩૫૪ લોકોનાં મોત થયા હતા. એકંદરે કુદરતી હોનારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 482  લોકોનાં મોત થયાં હતા.

એક રિપોર્ટ મુજબ  તૌકતેમાં વાવાઝોડામાં ગુજરાતમાં 67  લોકોનાં મોત થયાં હતા, આમ સાડા ત્રણ વર્ષ જેટલા સમય ગાળામાં ગુજરાતમાં 549  લોકોનાં મોત થયાં છે, કેન્દ્ર સરકારના તાજેતરના ગૃહ વિભાગના બે અલગ અલગ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર વર્ષ 2020-21માં દેશમાં  1989 લોકોનાં કુદરતી હોનારતમાં મોત થયાં હતા, જે પૈકી ગુજરાત અને મહારાષ્ટ્ર્રમાં 215-215 લોકોનાં મોત થયાં હતા.

ગુજરાતમાં વર્ષ 2018-19માં 72 અને 2019-20માં 195 લોકોનાં મોત થયાં હતા, છેલ્લા ત્રણ વર્ષમાં આ વખતે વધુ મોત છે. ગુજરાતને એસડીઆરએફ અંતર્ગત કેન્દ્ર સરકારના ફાળા પેટે 529  કરોડ જેટલી રકમ પ્રથમ સહાય  સ્વરૂપે રિલીઝ કરાઈ હતી, 27મી જુલાઈ 2021 સુધીની આ સ્થિતિ છે. બીજી તરફ અન્ય એક રિપોર્ટ પ્રમાણે, તાજેતરમાં જ તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાતમાં ખાનાખરાબી સર્જાઈ હતી, જેમાં 67 જેટલા લોકોનાં મોત થયાં હતા, તૌકતેને કારણે 1.49 લાખ હેકટર વિસ્તારમાં ખેતીને નુકસાન થયું છે. આ ઉપરાંત 88,910 મકાનોને નુકસાન પહોંચ્યું હતું. તૌકતે વાવાઝોડામાં ગુજરાત સરકારે  9,836  કરોડની સહાય માગી હતી, જોકે કેન્દ્ર સરકારે ગુજરાતને એક હજાર કરોડ આપ્યા હતા