1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકશાન અંગે સર્વે કરાશે
ગુજરાતઃ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકશાન અંગે સર્વે કરાશે

ગુજરાતઃ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકશાન અંગે સર્વે કરાશે

0
Social Share

અમદાવાદઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયું છે. દરમિયાન ખેડૂતોને મદદ કરવાની દિશામાં કવાયત તેજ કરી છે. તેમજ ખેડૂતોના પાકને થયેલા નુકશાનીનો સર્વે કરવાનો આદેશ કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ જાપાનના પ્રવાસે છે, તેમ છતા ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદને લઈને સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે વીજળી પડવા સહિતની ઘટનાઓમાં 24 વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્યાની પરિસ્થિતિને લઈને મંત્રીઓ અને અધિકારીઓના સતત સંપર્કમાં છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ સાથે ઘણા જિલ્લાઓમાં કરા પણ પડ્યા હતા. જેમાં નર્મદા જિલ્લાના સાગબારામાં સૌથી વધુ પોણા 6 ઈંચ વરસાદ પડ્યો હતો. અન્ય તાલુકાની વાત કરીએ તો, સુરત શહેરમાં 5 ઈંચ, સુરતના ઉમરપાડામાં પોણા 5 ઈંચ, સુરતના માંડવી અને સુરેન્દ્રનગરના ચુડામાં 4.5 ઈંચ વરસાદ પડ્યો હતો. આમ કુલ, 2 તાલુકામાં 4 ઈંચ, 4 તાલુકામાં 3 ઈંચથી વધુ, 23 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે બાકીના તાલુકાઓમાં 1 થી 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. વીજળી પડતા રાજ્યમાં અનેક લોકો અને પશુઓના મોત નીપજ્યા હોવાનું મનાય છે. કમોસમી વરસાદથી રાજ્યભરના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કપાસ, એરંડા, જીરૂ સહિતના શિયાળુ પાકમાં આ માવઠાથી ભારે નુકશાન થયું છે.

માવઠાની આફત બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુક્સાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. નુક્સાનીના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય જાહેર કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code