Site icon Revoi.in

ગુજરાતઃ વિધાનસભામાં કાયદાના ડ્રાફ્ટિંગ માટે તાલીમ વર્ગ યોજાશે

Social Share

અમદાવાદઃ ગાંધીનગરમાં કાયદાના ડ્રાફ્ટિંગ માટે તાલીમ વર્ગ યોજાશે. ગુજરાત વિધાનસભામાં તાલીમ વર્ગ યોજાશે. લેજિસ્લેટિવ ડ્રાફ્ટિગં તાલીમમાં અધિકારીઓને પણ તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહની ખાસ હાજરી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યો અને સાંસદો પણ આ તાલીમમાં હાજરી આપશે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી એ આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના બધા જ વિધાનસભ્યો અને સાંસદોને પણ આ તાલીમમાં હાજરી આપવા વિનંતી કરવામાં આવી છે. આના લીધે ભવિષ્યમાં કોઈપણ બાબતને જ્યારે કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે ત્યારે તેને સારામાં સારી રીતે ડ્રાફ્ટિંગ કરવામાં વિધાનસભ્યોને મદદ મળશે. તેની સાથે વૈધાનિક પ્રક્રિયા પણ વધુ ઝડપી બનશે.

ગૃહપ્રધાન અમિત શાહ પોતે આ સમયે હાજર રહેવાના છે તેથી તેનું મહત્ત્વ આપમેળે વધી જશે. ગૃહપ્રધાનની હાજરી બતાવે છે કે આ બાબતનું કેટલું મહત્વ છે. તેમા પણ આ બધી પ્રક્રિયા પાછી ઓનલાઇન જ કરવાની છે. તેથી દરેક વિધાનસભ્ય અને સાંસદ તેમને ફાળવવામાં આવેલા કમ્પ્યુટર પર આ કામ કરશે. રાજ્યમાં વૈધાનિક પ્રક્રિયાઓને વેગવંતી બનાવવામાં ડ્રાફ્ટિંગ અત્યંત મહત્ત્વનું છે. ઘણા બધા કાયદા બનવામાં તેમા ડ્રાફ્ટિંગના લીધે વિલંબ સર્જાતો હોય છે. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર ઇચ્છે છે કે ડ્રાફ્ટિંગ જો દરેક વિધાનસભ્ય શીખી લે તો કાયદા બનાવવાની પ્રક્રિયામાં પણ વધુ સુગમતા રહેશે.