ગુજરાતઃ એર એમ્બ્યુલન્સ સેવા સુનિશ્ચિત મરામત બાદ ફરી શરૂ કરાઈ
અમદાવાદઃ રાજય સરકારના સિવિલ એવિએશન ડીપાર્ટમેન્ટ દ્વારા એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો છે. વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે ખૂબ જ વ્યાજબી ભાવે ચલાવવામાં આવે છે. આ સેવા સિવિલ એવિએશન વિભાગ અને GVK-EMRI દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહી છે, જેનો તમામ નાગરિકો લાભ લઈ શકે છે. એર એમ્બ્યુલન્સની સેવા લેવા માટે નાગરિકો 108 ઉપર સંપર્ક કરી ઉક્ત સેવા મેળવી શકે છે.
એરક્રાફ્ટ અને ઈક્વિપમેન્ટ્સની વાત કરીયે તો, એર એમ્બ્યુલન્સ બીકક્રાફ્ટ-200 પ્લેનનો ઉપયોગ કરે છે, એરક્રાફ્ટ ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સાથે, વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, ઓક્સિજન સિલિન્ડર અને ECG મોનિટર વગેરે જેવા આવશ્યક તબીબી સાધનો સાથે સજ્જ છે. એર એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને હવે ઝડપથી એક એરપોર્ટથી બીજા એરપોર્ટ પર તુરંત પહોંચાડી શકે શકાય છે, જેથી ક્રિટીકલ કંડીશનમાં તેઓને ઝડપથી અને સમયસર તબીબી સારવાર મળી શકે.
અત્યાર સુધીમાં 42 એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ સફળતાપૂર્વક ઓપરેટ કરવામાં આવી છે. વધુ માહિતી માટે અથવા એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે નાગરિકો 108 પર સંપર્ક કરી શકે છે.