Site icon Revoi.in

સમગ્ર દેશમાં રસીકરણના મામલે ટોચના 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ

Social Share

અમદાવાદ – સમગ્ર દેશમાં વધતા કોરોનાના કેસને લઈને કેન્દ્રએ અનેક મહત્વના પગલા લીધા છે, જેમાં વેક્સિનેશનને પણ વેગ આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે,પહેલા દશમાં રોજેરોદ 1 લાખ 50 હજાર લોકોને વેક્સિન આપવામાં આવતી હતી ત્યારે હવે તેમાં વેગ આપતા રોજ 3 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા વધવા લાગી છે. જેને લઈવે રાજ્ય સરકાર સતર્ક બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તે રાજ્યોની કોરોના સંદર્ભે સ્થિતિ માહિતી મેળવી અને માર્ગદર્શન આપ્યું હતું.

કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ દાડતું થયું છે. ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. દરેક જિલ્લાઓમાં કોરોનાની સારવાર માટે બેડની સંખ્યા વધારાય છે. ધનવંતરી રથો ફરી કાર્યરત કરાયા છે. તેથી વિશેષ રસીકરણ અભિયાનને તેજ બવાવાનું કાર્ય હાથ ધરાયું છે

સીએમ રુપાણીએપીએમ મોદીને તાજેતરમાં યોજેલી વિડીયો કોન્ફરન્સમાં ગુજરાતમાં દૈનિક સરેરાશ રસીકરણની સંખ્યા 1.પ0 લાખથી વધારીને બે ગણી એટલે કે 3 લાખ સુધી લઇ જવાની ભલામણ કરી હતી. જેનો સ્વીકાર કરતા 45 થી 60 વર્ષના કોમોરબીડ અને 60 વર્ષથી ઉપરના વરિષ્ઠો એમ કુલ 39 લાખ 36 હજાર 104 વ્યક્તિઓનું રસીકરણ હાથ ધરવામાં આવી ચૂક્યુ છે.

ત્યારે રસીકરણ મામલે ગુજરાતે ટોચના 5 રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે,અહીં 39.36 લાખ વ્યક્તિઓના રસીકરણ દ્વારા દેશભરમાં ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે.રાજ્યના સીએમ એ વેકસીન લેવા પ્રજા અપિલ કરી છે.

સાહિન-