અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘરબેનને લઈને સરકારના મહિલા અને બાળ વિભાગએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘરનીબેનો પણ રાજીનામું આપ્યા વિના આ ચૂંટણીમાં ઉભી રહી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડના સભ્યની ચુંટણી સંદર્ભે આંગણવાડી કાર્યકર્તા તેડાઘરબેન સરપંચ અને વોર્ડના સભ્યની ચુંટણી લડી શકશે પણ વિજય થયાના ત્રીસ દિવસની અંદર સ્વૈચ્છિક રાજીનામું આપી દેવાનું રહેશે, અથવા ત્રીસ દિવસની અંદર આપોઆપ એમણે આંગણવાડી તેડાઘરની ફરજમાંથી CDPO મુક્ત કરી દેશે, ચુંટણી નહીં જીતે તો તે પોતાની ફરજ ઉપર ચાલું રહેશે. આવો નિર્ણય મહિલા અને બાળ વિભાગે નિર્ણય લીધો છે.
આગામી તા. 19મી ડિસેમ્બરના રોજ રાજ્યની 10879 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તા. 21મી ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી બેલેટ પેપર મારફતે યોજાશે. પંચાયતોની ચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણી પંચે 27085 મતદાન મથકો ઉભા કરવા આયોજન કર્યુ છે. મતદાન માટે કુલ 54387 મત પેટીઓની જરૂર પડશે. મતદાનના દિવસે 2657 ચૂંટણી અધિકારી ઉપરાંત 2990 મદદનીસ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 1,57,722 પોલીંગ સ્ટાફની પણ મદદ લેવા નક્કી કરાયુ છે. મતદાનના દિવસે કોઇ અનિચ્છિય બનાવ ન બને તે માટે 58,835 પોલીસ કર્મચારીઓ બંંદોબસ્તમાં ગોઠવાશે.