Site icon Revoi.in

ગુજરાતઃ ટાપુઓના વિકાસના જાહેરનામા સામે હાઈકોર્ટમાં અરજી

Social Share

અમદાવાદઃ રાજયમાં આવેલા વિવિધ ટાપુઓની વિકાસ કામગીરી માટે ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. જેની સુનાવણીમાં આગામી દિવસોમાં મુકરર કરી હતી.

કેસની હકીકત અનુસાર ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડના જાહેરનામાને પડકારતી અરજીમાં સવાઇ બેટ પર આવેલી સવાઇ પીરની દરગાહની સુરક્ષાને મામલે રજૂઆત કરાઈ છે. હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે, શિયાળ બેટની નજીક વેલા સવાઈ બેટ પર પ્રાચીન સવાઈ પીરની દરગાહ આવે છે. સત્તાવાળાઓ દ્વારા વિકાસ કામગીરીની ભાગરૂપે સવાઇ પીરની દરગાહ પર શ્રદ્ધાળુઓની આવન-જાવન અને અન્ય પ્રતિબંધો ફરમાવી દીધા છે, જેને લઇ લોકોની ધાર્મિક લાગણી દુભાઇ રહી છે. આ સંજોગોમાં મુસ્લિમ બિરાદરો સહિત શ્રદ્ધાળુઓને દુઆ-બંદગી અને ત્યાં આવનજાવન માટે છૂટ અપાવી જોઇએ. હાઈકોર્ટે અરજી અંગે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી મુલત્વી રાખી છે