અમદાવાદઃ ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે . નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. પીએસઆઇ અને લોકરક્ષક બે અલગ અલગ બોર્ડની જગ્યાએ પોલીસ ભરતી બોર્ડના નામે એક અલગ બોર્ડ ઊભું કરાશે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે.
1993 બેચના આઇપીએસ અધિકારી હસમુખ પટેલ મૂળ બનાસકાંઠાના છે. હસમુખ પટેલે સિવિલમાં બીઇની ડિગ્રી લીધા બાદ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં પીજી કર્યું છે. તેમણે પોલીસ મેનેજમેન્ટમાં એમબીએ અને પીએચડી પૂર્ણ કર્યું છે..તો, સીઆઇડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડની પણ ડીઆઈજી રિક્રુટમેન્ટ તરીકે નિમણૂંક થઈ છે.
રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં આગામી દિવસોમાં ભરતી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા પારદર્શક રહે અને ભ્રષ્ટાચારના થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે અને તે દિશામાં સરકાર સતત કામગીરી કરી રહી છે. અગાઉ કેટલીક ભરતી પ્રક્રિયામાં કૌભાંડ સામે આવ્યું હતું. જેથી સરકાર હવે ભરતી પ્રક્રિયાને લઈને વધારે સાબદી બની છે.
ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે. આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો મુજબ IPS હસમુખ પટેલને અધિક પોલીસ મહાનિર્દેશક અને પી વી રાઠોડને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. જેને હવે ટૂંક સમયમાં પોલીસની ભરતી આવી શકે છે.