1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત : સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો છલકાયા
ગુજરાત : સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો છલકાયા

ગુજરાત : સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો છલકાયા

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો 90% થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70% થી 100% ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50% થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25 થી 50% ભરાયા છે. 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,92,041 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 57.48% જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,09,663 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.28%જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ  ઉકાઈમાં 79, 274 ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં 72,382 ક્યુસેક, દમણગંગામાં 42,088 ક્યુસેક, રાવલમાં 13,100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58%, કચ્છના 20 જળાશયોમાં 52.23%, મધ્ય ગુજરાતના 17માં  44.01%, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 27.83% પાણીનો સંગ્રહ થયો છે તેમ,જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code