ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી તા 23મી ફેબ્રુઆરીથી 29મી માર્ચ સુધી મળશે.. 15મી ગુજરાત વિધાનસભાનું બીજું અને પ્રથમ બજેટ સત્રમાં 27 બેઠકો યોજાશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધન તેમજ શોકદર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયકો સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે. સત્રના બીજા દિવસે 24મી ફેબ્રુઆરીએ ભુપેન્દ્ર પટેલ સરકારનું અંદાજપત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે. આ વખતે વિધાનસભા ગૃહમાં વિપક્ષના ધારાસભ્યોની સંખ્યા ખૂબ ઓછી હોવાથી અને શાસક પક્ષ પાસે પ્રચંડ બહુમતી હોવાથી ગરમારગમી થાય તેવી શક્યતા નહીવત છે.
ગુજરાત વિધાનસભાના 35 દિવસીય બજેટ સત્રનો આગામી તા. 23મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે.જેમાં તા. 24મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2023-24નું બજેટ રજુ કરશે. લોકસભા 2024ની ચૂંટણી પૂર્વેના આ અંદાજપત્રમાં નાણામંત્રી એસ ટી. ઓબીસી, ખેડૂત ,ગરીબ, મહિલાઓને વિધાર્થીઓ માટે વિવિધ યોજનાઓ ની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત સરકારની તમામ વિભાગમાં ખાલી પડેલી જગ્યા ભરવાની ઘોષણાઓ કરશે. આ બજેટમાં ભાજપ સરકાર આવકના નવા સ્ત્રોતો તરીકે કેટલાક ચાર્જિસ સૂચવી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાના 27 દિવસના કામકાજ દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત ગૃહને સંબોધન કરશે. તારીખ 28મી માર્ચ થી બે માર્ચ એમ ત્રણ દિવસ માટે ચર્ચાઓ થશે. ત્રણ અને ચાર માર્ચ એમ બે દિવસ પૂરક ખર્ચ પર ચર્ચાઓ અને માગણી ઉપર મતદાન થશે .ગૃહ તા.4 અને 18 માર્ચે બે શનિવાર કામકાજ માટે મળશે અગાઉ પણ ગૃહ શનિવાર કામકાજ માટે મળ્યું હતું આ વખતે 27 બેઠકોમાં 7 માર્ચના રોજ એટલે કે હોળીના દિવસે ગૃહની બે બેઠકો એક જ દિવસે મળશે. આ સિવાય તમામ દિવસો દરમિયાન એક એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હોળી અને ધુળેટી નો તહેવાર આવી રહ્યો હોવાથી ધારાસભ્યોની લાગણીને માન રાખીને ધૂળેટીના દિવસોની રજા આપવાનો નિર્ણય કામકાજ સલાહકાર સમિતિમાં કરવામાં આવ્યો છે. વિધાનસભાના સત્ર દરમિયાન છ માર્ચથી નવ માર્ચ દરમિયાન અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાઓ થશે. 10 માર્ચથી 12 દિવસ દરમિયાન વિવિધ વિભાગની માગણીઓ પર ચર્ચા થશે અને મતદાનનો યોજાશે તા.28 અને 29 માર્ચના રોજ સરકાર વિધેયક ઉપર ચર્ચા અને મતદાન થશે. ઉપરાંત તા. 29 મી એ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ વિધાનસભાના 35 દિવસના કામકાજ દરમિયાન 27 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે સાતમી માર્ચ હોળીના દિવસે બે બેઠકો અને ધુળેટીને દિવસ રજા આપવામા આવી છે.