1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ અધિકારીઓને નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ-ચૂંટણી પંચના નિષ્ણાતોએ તાલીમ આપી
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ અધિકારીઓને નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ-ચૂંટણી પંચના નિષ્ણાતોએ તાલીમ આપી

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ અધિકારીઓને નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ-ચૂંટણી પંચના નિષ્ણાતોએ તાલીમ આપી

0
Social Share

અમદાવાદઃ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની તૈયારીના ભાગરૂપે, ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.23મી ઓગસ્ટથી તા.26મી ઓગસ્ટ દરમિયાન, ગુજરાતના 18 જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે સર્ટિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત તાલીમ યોજવામાં આવી છે.

ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટેના સર્ટિફિકેશનના ચાર દિવસના સઘન તાલીમ કાર્યક્રમમાં નવી દિલ્હીના IIIDEM ના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ અને ચૂંટણી પંચના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમના અંતે એક ઑનલાઈન ઈવેલ્યુએશન ટેસ્ટ લેવામાં આવશે, જેમાં ટેસ્ટ આપનાર અધિકારીઓએ 80 ટકા સ્કોર કરનારને કેટેગરી-એ તથા કટઑફ માર્ક્સ તરીકે કેટેગરી-બી મુજબ 50 ટકા સ્કોર કરવાનો રહેશે.

આ ઉપરાંત ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને આપવામાં આવી રહેલી તાલીમના આશરે એક માસ બાદ ચૂંટણી પંચ દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ડાઉટ ક્લિયરિંગ સેશન યોજવામાં આવશે, જેના બીજા દિવસે ટેસ્ટ પણ લેવામાં આવશે. જે તાલીમાર્થી અધિકારીનું મુલ્યાંકન વાજબી નહીં ઠરે તેવા તાલીમાર્થીઓને બે અઠવાડિયા બાદ પરીક્ષા પાસ કરવા માટે બીજી તક આપવામાં આવશે.

આ તાલીમ કાર્યક્રમમાં, રાજકોટના ટાગોર રોડ પર આવેલા એ.વી.પી.ટી.આઈ. અને અમદાવાદના સેટેલાઈટ રોડ પર આવેલા સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ,ગાંધીનગર,સુરેંદ્રનગર અને પોરબંદર જિલ્લાના મળી, 86 ચૂંટણી અધિકારીઓ અને 105 મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત કુલ 191 અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code