ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણીપંચ જાહેર કરે તેવી શકયતા
અમદાવાદઃ ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. ચૂંટણી પંચ દ્વારા આ સપ્તાહમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ ભાજપ અને કોગ્રેસ સહિતના રાજકીય આગેવાનો પણ વિધાનસભાની ચૂંટણીની તારીખ ક્યારે જાહેર થાય છે તેનો ઈન્તરાજ કરી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ઓક્ટોબર મહિનાના પ્રારંભમાં જ ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શકયતાઓ હતી. જો કે, ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.
હિમાચલ પ્રદેશમાં 12મી નવેમ્બરના રોજ મતદાન યોજાશે. જ્યારે મતગણતરી 8મી ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણીપંચે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી મતદાનના એકાદ મહિના બાદ રાખી છે. જેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ 8મી ડિસેમ્બરના રોજ યોજાય તેવી શકયતા છે. 2017માં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની અલગ-અલગ દિવસે યોજાઈ હતી. જો કે, તા. 18મી ડિસેમ્બરના રોજ બંને રાજ્યોમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વર્ષ 1998, 2007 અને 2012માં સાથે જ ચૂંટણી યોજાઈ હતી. 182 ધારાસભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ તા. 18મી ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.