- ગુજરાત વિધાનસભા ચૂંટણી
- કોંગ્રેસને આ બેઠકો જીતવાની આશા
- ગુજરાતમાં લાંબા સમયથી વિપક્ષમાં છે કોંગ્રેસ
અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફરીવાર ખરાખરીનો જંગ થશે. વિધાનસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જાણકારી અનુસાર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યમાં અમે સુરતથી શરૂઆત કરી છે. તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં અમે માત્ર નવ બેઠકોથી સત્તા ગુમાવી હતી તેમજ 18 બેઠકો એવી હતી જે અમે માત્ર 3000 થી પણ ઓછા વોટના માર્જિનથી હાર્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે 16 થી 17 બેઠકો એવી છે 3000 થી 7000 મત સાથે અમે ઇલેક્શન જીત્યા છે. તેમજ અને એવી 50 બેઠકો પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે. જે અમે છેલ્લા 35 થી 40 વર્ષથી જીત્યા નથી. તેની પર ધ્યાન કેન્દ્રીત કરીને કયા જાતિગત અને સામાજિક સમીકરણ સાથે આ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવા અને કેટલા વહેલા ઉમેદવાર જાહેર કરી શકાય તેની પર પક કામ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસમાં પાટીદાર નેતા નરેશ પટેલ અને અલ્પેશ કથીરીયાની એન્ટ્રી ચાલતી અટકળો અંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા છે અને ચાલતી રહેશે. કોઇ જોડાય તો અમારી તાકતમાં વધારો થશે પરંતુ ના જોડાય તો પણ કોંગ્રેસ પક્ષ તેના બળ સંગઠન શકિત પર આગવી રણનીતિ સાથે વધુમાં વધુ બેઠક જીતવા માટે સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ગુજરાતમાં ઘણા લાંબા સમયથી વિપક્ષમાં છે. ગુજરાતમાં વિપક્ષમાં રહેવાનો તેમને સારો એવો અનુભવ પણ છે. કોંગ્રેસ દ્વારા આ વખતે વધારે તૈયારી સાથે ઉતરવામાં આવી શકે છે અને ભાજપને વધારે ટક્કર મળી શકે તેમ છે.