Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત હવે ગમે તે ઘડીએ થશે, તમામની નજર કેન્દ્રિય ચૂંટણી પંચ પર

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત હવે એકાદ દિવસમાં કરવામાં આવે તેવી શક્યતા છે. રાજકીય નેતાઓના માનવા મુજબ મોટે ભાગે આવતી કાલે બપોર બાદ ચૂંટણીની જાહેરાત દિલ્હીથી કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા કરાશે. અધિકારીઓથી લઈને તમામ રાજકીય નેતાઓની નજર કેન્દ્રિય ચૂંટણી પંચ તરફ મંડાયેલી છે. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજ્યમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ જશે. સમગ્ર વહીવટીતત્રં  ચૂંટણી પંચને હવાલે મુકાશે. તેમજ  સરકાર રખેવાળ સરકાર બની જશે , ચૂંટણી પંચની મંજૂરી વગર કોઈ નિર્ણય નહીં લઈ શકાશે નહીં. મંત્રીઓએ પોતાના વાહનો સહિત તમામ સુવિધાઓ પરત કરવી પડશે

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું જાહેરાત ગમે તે ઘડીએ થાય તેવા સંકેતો  કેન્દ્રિય ચૂંટણી પચંમાંથી મળી રહ્યા છે. આ અંગે ચૂંટણી પચં  દિલ્હીથી જાહેરાત કરશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોની મતગણતરી એક જ દિવસે હાથ કરવામાં આવશે   ચૂંટણીની જાહેરાત થતા જ  સમગ્ર વહીવટી તત્રં ચૂંટણી પંચને હવાલે થઈ જશે અને વર્તમાન સરકાર રખેવાળ સરકાર બની રહેશે રાજ્યમંત્રી મંડળના સભ્યો બોર્ડ નિગમના ચેરમેન સહિતના લોકોએ તેમની તમામ સરકારી સુવિધાઓ સરકારને પરત કરવાની રહેશે કોઈપણ મહત્વનો નિર્ણય કરવાનો થશે તો ચૂંટણી પંચની મંજૂરી વગર નિર્ણય લઈ શકાશે નહીં. તે પૂર્વે રાજ્યભરના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા સમીક્ષા બેઠકો પૂર્ણ કરી દેવામાં આવી છે ચૂંટણીની જાહેરાતની ગણતરી મિનિટોમાં જ વિવિધ સ્કવોર્ડ કાર્યરત થઈ જશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલ રાજ્યના ૩૩ જિલ્લાઓમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા વિવિધ સમીક્ષા બેઠકો પૂરી કરી દેવામાં આવી છે ચૂંટણીની જાહેરાતની ગણતરીની મિનિટોમાં જ લાઈંગ સ્કવોર્ડ, સ્ટેટસ સર્વેલન્સ કમિટીની તમામ તાલુકામાં કામગીરી શરૂ કરી દેશે. કલેકટર નોડલ અધિકારીઓને જરૂરી ચીજ વસ્તુઓની માહિતી તાત્કાલિક અસરથી મેળવી લેવા જણાવાયું છે. હેલ્પલાઇન તેમજ ફરિયાદી કમિટી એમએસએમએસ મોનિટરિંગ કમિટી કોમ્યુનિકેશન પ્લાન સોશિયલ મીડિયા કમિટી દિવ્યાંગ મતદાર સુવિધા મતદાન કેન્દ્રની વિવિધ સુવિધાઓને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજ્યમાં આચાર સંહિતાનો અમલ શરૂ થશે આ સમય દરમિયાન સરકાર અને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની કાર્યવાહી પર ચોક્કસ નિયંત્રણો આવશે. ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી વગર સરકાર કોઈ મહત્વની જાહેરાતો કરી શકશે નહીં. સરકારી ઇમારતો નો ઉપયોગ ચૂંટણી માટે થઈ શકશે નહીં. આ સિવાય કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પ્રજાને લલચાવે તેવી જાહેરાત કરી શકશે નહીં નવા કામોના ટેન્ડરો બહાર પાડી શકાશે નહીં તેમજ લોકાર્પણ કરી શકાશે નહી. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા વિવિધતા પર પચં નિયંત્રણ લાવી રહ્યું છે જેમાં ઉમેદવારો દ્વારા થતી વિવિધ પાર્ટીઓ તેમજ સોશિયલ મીડિયા પર કરવામાં આવતા ખર્ચ પર સીધી નજર રાખવામાં આવશે.