- એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ તબિયત સ્થિર
- યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડતા તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ તેમને માઈલ્ડ એટેક આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપની ઓનલાઈન બેઠકમાં રાજેન્દ્ર ત્રિવેદીએ હાજરી આપી હતી. દરમિયાન તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ લઈ જવાયાં હતા. જ્યાંથી તેમને અમદાવાદની યુએમ મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તેમને માઈલ્ડ એટેક આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ બે સર્જન દ્વારા એંજીયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. હાલ યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત પણ સ્થિર બતાવવામાં આવી રહી છે.