- વેક્સિન મેળવવાની બાબતમાં ગુજરાત અગ્રેસર
- 3 કરોડથી વધુ લોકોએ લીધી વેક્સિન
અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી તરંગ ઘીમી પડી છે આ સ્થિતિ વચ્ચે હવે ત્રીજી લહેરના ભણકારા પણ વાગી રહ્યા છે ત્યારે દેશભરના રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાં કોરોના સામે રક્ષણ આપવા માટે વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે, સતત વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય વેક્સિન મેળવવાની બાબતે સૌથી મોખરે જોવા મળ્યું છે.
ગુજરાતમાં જુલાઈ મહિનામાં જ 75 લાખ જેટલા ડોઝ અપાયા હતા,આ સાથે જ સરેરાશ 10 લાખની વસ્તી એ કુલ 5 લાખ ૧૭ હજાર વ્યક્તિઓનું વેક્સિનેશન કરીને સમગ્ર દેશમાં ગુજરાતે રસીકરણ બાબતમાં બાજી મારી છે,
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં ગુજરાતમાં કોરોના વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તે દરમિયાન તેમણે વેક્સિનેશન અંગે આ તમામ જાણકારી આપી હતી, જે પ્રમાણે જુલાઈ મહિનાના એન્ડ સુધી ૩ કરોડ ૩ર લાખ ૬પ હજાર ૯૭પ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
વેક્સિન આપવા મામલે રાજ્યભરમાં ૧૮ વર્ષથી ઉપરની વયના લોકોને કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી 5૦ ટકા ઉપરાંત એટલે કે 2 કરોડ પ૩ લાખથી પણ વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે , આ સાથે જ 79 લાખ કરતા પમ વધુ લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે.31 જુલાઈ સુધીમાં રાજ્યમાં કુલ 3 કરોડ 32 લાખ 65 હજારથી પણ વધુ વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે.