1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ 21 નિર્જન ટાપુઓ ઉપર મંજૂરી વિના પ્રવેશ ઉપર પ્રતિબંધ
ગુજરાતઃ 21 નિર્જન ટાપુઓ ઉપર મંજૂરી વિના પ્રવેશ ઉપર પ્રતિબંધ

ગુજરાતઃ 21 નિર્જન ટાપુઓ ઉપર મંજૂરી વિના પ્રવેશ ઉપર પ્રતિબંધ

0
Social Share

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્‍લો ભારતની પશ્વિમ આંતરરાષ્‍ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્‍લો છે. જિલ્‍લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્‍ધાળુઓ અવર જવર કરતા હોય છે.

આ શ્રધ્‍ધાળુઓ સાથે રાષ્‍ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. ત્રાસવાદી જુથો સંગઠનો દ્વારા દેશના મહત્‍વના ચાવીરૂપ સંસ્‍થાઓ તેમજ મહત્‍વના ધાર્મિક સ્‍થાનો, ભીડવાળા સ્‍થળોએ હુમલા કરી ભાગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે.

આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્‍ધ કરી જિલ્‍લામાં આવેલા 21 ટાપુ ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ,  કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, આશાબાપીર ટાપુ,  ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્‍ણા ટાપુ અને કુડચલી ટાપુ  ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ કે તેના ઉપરી મેજીસ્‍ટ્રેટની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા 2 નવેમમ્બર સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code