અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ ઐતિહાસિક 156 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. દરમિયાન તા. 12મીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના શપથ વિધી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આજે ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે અને તેમાં મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી જાય તેવી શકયતા છે.
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થધયું છે. વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડીને 156 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. અગાઉ માધવસિંહ સોલંકીએ જે તે સમયે 149 બેઠકો ઉપર જીત મેળવી હતી.
ભાજપની ઐતિહાસિક જીત બાદ નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે બપોરે ભૂપેન્દ્ર પટેલે CM પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના કેબિનેટ મંત્રીમંડળ સહિત રાજીનામું આપ્યું છે. નવા મંત્રીમંડળની નિમણૂંકને લઈને રાજીનામું સોંપવામાં આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રીના શપથવિધી સમારોહને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના મહાનુભાવો શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે. મંત્રીમંડળના મંત્રીઓની પસંદગીને લઈને મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી જાય તેવી શકયતા છે. દિલ્હીઓમાં તેઓ ભાજપના સિનિયર નેતાઓ સાથે મંત્રમંડળને લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરાશે.
(PHOTO-FILE)