Site icon Revoi.in

ગુજરાત ભાજપની પૂર્ણ કારોબારીની બેઠક રાજનાથસિંહની ઉપસ્થિતિમાં 1લી સપ્ટેમ્બરથી કેવડિયામાં યોજાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવાથી દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી તારીખ 1લી સપ્ટેમ્બરથી 3જી સપ્ટેમ્બર દરમિયાન કેવડિયા ખાતે ભાજપની કારોબારી મળી રહી છે ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મિશન  2022ના માઈક્રો પ્લાનિંગની શરૂઆત કરવામાં આવશે આ ઉપરાંત ગુજરાત ડિજિટલ કનેકટ પ્રોજેકટ લોન્ચિંગ કરાશે અને 750 ટેબલેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠક મહત્વપૂર્ણ બની રહેશે.

પ્રદેશ ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ  સી.આર.પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ પૂર્ણ કારોબારીની બેઠક કેવડિયા ખાતે મળી રહી છે. ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે પી નડ્ડા વર્ચ્યુઅલ હાજરી આપીને કાર્યકરોને સંબોધન કરશે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ એક વર્ષ પૂર્વે વરણી થયા પછી કોરોના કાળમાં કારોબારીની રચના વિલબીત થઈ હતી.કારોબારીની રચના ત્રણ મહિના પહેલાં જ પૂર્ણ થઈ છે મંડળ ,વોર્ડ સુધીના સંગઠનની રચના થઈ ચૂકી છે. ત્યારે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 151થી વધુ બેઠક મેળવવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. તેને અનુલક્ષીને કેવડિયા ખાતે મળનારી કારોબારીની બેઠક મહત્વની પુરવાર થશે.

આ બેઠકમાં મિશન 2022 માટે જુદી–જુદી  વ્યૂહરચના સાથે આગળ વધવાનો નિર્ણય કરવામા આવ્યો છે. પ્રદેશપ્રમુખ સી.આર પાટીલ, મહામંત્રી રત્નાકર, માર્ગદર્શન હેઠળ ડ્રીમ પ્રોજેકટ ડિજિટલ કલેકટરનું ગાન્ડ લોન્ચિંગ કરવામાં આવશે આ લોન્ચિંગ વખતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહેશે. વિશેષ એપ્લિકેશન પ્રોગ્રામ સજજ 750 મહત્વના કાર્યકરોને  ટેબલેટ આપવામાં આવશે. ગુજરાત સરકારના તમામ યોજનાઓ, કેન્દ્ર સરકારની  યોજનાઓ અને આયોજનોની વિગતો વગેરે ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાની સાથોસાથ કાર્યકર્તા પ્રવાસો, સંપર્ક, ભાવિ કાર્યક્રમો પણ અપડેટ કરી શકાશે એટલું જ નહીં ,ટેબલેટ દ્વારા કોઇ રજુઆત થઈ હોય તો તેની પ્રગતિ કયાં પહોંચી તેની જાણકારી પણ ઓનલાઇન ઉપલબ્ધ બનશે. બદલાતા સમયની સાથે કાર્યકરો અને ટેકનોલોજી સાથે જોડવા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં નમો એપ ડાઉનલોડ કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે.. એક કરોડથી વધુ કાર્યકરો નમો એપ ડાઉનલોડ કરવા લોકોને માર્ગદર્શન આપશે