Site icon Revoi.in

ગુજરાત ભાજપના અધ્યક્ષ પાટિલે ભાવનગર, બોટાદ અને મહેસાણા સહિત ચાર પ્રમુખોની કરી જાહેરાત

Social Share

ગાંધીનગરઃ  ગુજરાત પ્રદેશ ભાજપમાં જ આંતરિક વિખવાદ અને ફરિયાદોને પગલે સંગઠનમાં ફેરફારનો સિલસિલો યથાવત છે. ભાજપના સંગઠનમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. ચૂંટણી બાદ પ્રદેશ ભાજપમાં જિલ્લા અને શહેર સંગઠનોમાં ફેરફારનો દોર યથાવત છે. એક સાથે ચાર જિલ્લા અને શહેરોના પ્રમુખોના રાજીનામાં લઈ લેવાયા બાદ નવી નિમણૂકો કરવામાં આવી છે જેમાં મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લા અને શહેરના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. મહેસાણાના પ્રમુખ તરીકે ગિરીશભાઈ રાજગોર, ભાવનગર શહેરના પ્રમુખ તરીકે અભયસિંહ ચૌહાણ, તથા ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે પૂર્વ મંત્રી રાઘવભાઈ સી. મકવાણા તેમજ બોટાદના ભાજપ પ્રમુખ તરીકે મયુરભાઈ પટેલની નિયુંક્તિ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત  વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠનમાં બદલાવનો એક મોટા દોરનો પ્રારંભ થઈ ગયો છે.  ભારતીય જનતા પાર્ટીને છેલ્લા એક મહિનામાં 9 જેટલા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોના રાજીનામાં લઈ લીધા હતા. જેમાં બનાસકાંઠા, દ્વારકા, ખેડા, વડોદરા જિલ્લો, ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને મહેસાણા  શહેર પ્રમુખોના રાજીનામાં લેવામાં આવ્યા હતા. આ જિલ્લા અને શહેર પ્રમુખોના સ્થાને ચાર સિવાય બાકીના પ્રમુખોની નિયુક્તિ કરી દેવામાં આવી હતી. જ્યારે આજે ચાર પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે. મહેસાણા શહેરના ભાજપના પ્રમુખ તરીકે ગિરીશભાઈ રાજગોરની નિયુક્તિ કરવામાં આવી છે.જ્યારે ભાવનગર શહેરના પ્રમુખ તરીકે અભયસિંહ ચૌહાણ, તથા ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે પૂર્વ મંત્રી રાઘવભાઈ સી. મકવાણા તેમજ બોટાદના ભાજપ પ્રમુખ તરીકે મયુરભાઈ પટેલની નિયુંક્તિ કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાજપના ચાર  જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોએ અલગ અલગ વ્યક્તિગત કારણો દર્શાવીને રાજીનામા આપ્યા હતા. જેમાં  ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યા અને ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશ લંગારીયાએ પણ રાજીનામું આપ્યું હતું. જ્યારે  મહેસાણામાં જસુ પટેલ, અને  બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદ વનાડીયાએ પણ રાજીનામું આપ્યું હતું. જો કે એવું કહેવાય છે. કે, પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની સુચના બાદ રાજીનામાં અપાયા હતા. ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યાના પત્ની ધારાસભ્ય બન્યા હોવાના કારણે તેમણે રાજીનામુ આપ્યું હતુ. જ્યારે મહેસાણા જસુ પટેલનો પરિવાર અમદાવાદમાં હોવાના કારણે રાજીનામું આપ્યુ હતુ.  મહેસાણા શહેર પાટિદારનો ગઢ ગણાય છે. પ્રથમવાર બીન પાટિદારને પ્રમુખ બનાવ્યા હોવાનું કહેવાય છે.