અમદાવાદઃ આધુનિક જમાનામાં ઈન્ટરનેટનો વપરાશ વધતા તેના ફાયદાની સાથે ગેરફાયદા પણ સામે આવી રહ્યાં છે. કગેટલાક લોકો ઈન્ટરનેટના માધ્યમથી બીજાની અંગત જીંદગીમાં ડોકીયું કરવાના પ્રયાસો કરતા હોય છે. દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની વેબસાઈટ હેક થઈ હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાની હેકર્સ દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસારપાકિસ્તાની હેકર્સે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની વેબસાઈટ હેક કરીને વાંધાજનક ફોટો અને લખાણ મુક્યું છે. હેકર્સે બ્લુચિસ્તાન મામલે લખાણ લખ્યું છે. પાકિસ્તાન હેકર્સે સી આર પાટીલની વેબસાઇટ હેક કરી કાળા ધબ્બ ડેસ્ક પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાંધાજનક ફોટા મૂક્યા છે અને લખાણ પણ લખ્યુ છે. આ ઉપરાંત ભારતના જવાન અભિનંદનનો ફોટો પણ વેબસાઈટ ઉપર મુકીને પાકિસ્તાન ઝીંદાબાદ લખવામાં આવ્યું છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની વેબસાઈટ હેક થતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.