1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત BJP બનશે વધુ હાઈટેકઃ સંગઠનના નેતાઓને અપાશે ખાસ એપ સાથેનું ટેબલેટ
ગુજરાત BJP બનશે વધુ હાઈટેકઃ સંગઠનના નેતાઓને અપાશે ખાસ એપ સાથેનું ટેબલેટ

ગુજરાત BJP બનશે વધુ હાઈટેકઃ સંગઠનના નેતાઓને અપાશે ખાસ એપ સાથેનું ટેબલેટ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં થોડા મહિના પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજયથી કાર્યકરો અને નેતાઓના ઉત્સાહમાં વધારો થયો છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સંગઠનને વધારે મજબુત કરી રહ્યાં છે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ઘર-ઘર સુધી પહોંચવાનો પ્લાન ભાજપે તૈયાર કર્યો છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આધુનિક ટેકનોલોજીને અપનાવીને મતદારો સુધી પહોંચવામાં સફળ રહેલુ ગુજરાત ભાજપ હજુ વધારે હાઈટેક બનવા જઈ રહ્યું છે. ભાજપ પેપરવર્કને બદલે ડિજીટલ તરફ વધારે આગળ વધી રહ્યું છે અને સંગઠનના નેતાઓને ખાસ એપ સાથેનું ટેબલેટ આપવામાં આવશે. જેથી ભાજપના નેતાઓની તમામ મુવમેન્ટ ઉપર પણ નજર રાખી શકાશે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપના આઈટી સેલ દ્વારા ખાસ એપ સાથે ટેબ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ ટેબનું લોન્ચિંગ કરવામાં આવશે. તેમજ પહેલા ફેઝમાં 400થી વધુ સંગઠન પદાધિકારીઓને આ ખાસ ટેબ આપવામાં આવશે. આ ખાસ ટેબલેટના માધ્યમથી નેતાઓની તમામ મુવમેન્ટના ઓન ટાઈમ ડેટા મેળવી શકાશે, તેમજ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની યોજનાઓનો ડેટા પણ ટેબ્લેટમાં અપડેટ કરી શકાશે. આમ હવે પ્રચાર-પ્રસારમાં ઢીલ વર્તનારાઓ નેતા છટકી નહીં શકે. આ એપનું તમામ મોનિટરીંગ તેમજ ડેટા અપડેટ કમલમ આઈટીની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર દેશમાં ગુજરાત ભાજપ દ્વારા આ પ્રથમ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયોગમાં સફળતા મળશે તો કેન્દ્ર સ્તરેથી વધુ એક વાર ગુજરાત મોડેલને સંગઠન માટે અપનાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code