- ગુજરાત બોર્ડનું ઘોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
- રાજ્યનું કુલ 73.27 ટકા આવ્યું પરિણામ
આજરોજ તારીખ 31 મે ને બુધવારે ગુજરાત બોર્ડનું ઘોરણ 12માની પરિક્ષાનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી ચૂક્યું છે,વિદ્યાર્થીઓ પરિક્ષા આપ્યા બાદ આતુરતાથી પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓના ઈંતઝારનો આજે સવારે અંત આવ્યો છે.ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાનબોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67 ટકા પરિણામ આવ્યુ હતું જ્યારે સૌથી ઓછું 36.28 ટકા પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા રહ્યુ હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે 1875 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 21,038 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 52,291 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે.
આ ઉપરાંત 83 હજાર 596 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો અને 1 લાખ 1 હજાર 797 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો તેમજ 77 હજાર 43 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. D ગ્રેડ મેળવાનારા 12 હજાર 20 વિદ્યાર્થીઓ છે.
કચ્છ જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યુ હતું. કચ્છ જિલ્લાનું 84.59 ટકા પરિણામ આવ્યુ હતું. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણા વધારે આવ્યુ હતું. વિદ્યાર્થીનીઓનુ પરિણામ 80.39 ટકા આવ્યુ હતું.
પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યમાં માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કૉમર્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે આ પરીક્ષાનું પરિણામ 73.27 ટકા આવ્યું છે.ગુજરાત બોર્ડે જણાવ્યું હતું કે માર્કશીટ અને પ્રમાણપત્રોની હાર્ડ કોપી પછીથી વિતરણ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે કે આ વખતે વિદ્યાર્થીઓ 6357300971 વૉટ્સઍપ નંબર પર પોતાનો નંબર મોકલીને પણ પરિણામ પ્રાપ્ત કરી શકશે.
અગાઉ ગુજરાત એસએસસી અને એચએસસી સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સના પરિણામમાં 65.58 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગ્રૂપ એ માટે એકંદરે પાસ થવાની ટકાવારી 72.27 ટકા અને ગ્રૂપ બીની 61.71 ટકા હતું.
જો કે વર્ષ 2022ની સરખામણીમાં આ વર્ષનું પરિણામ ઓછુ આવ્યું છે, વિતેલા વર્ષની સરખામણી માં આ વર્ષે 13.64 ટકા ઓછું આવ્યું છે. ગયા વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું હતું.