Site icon Revoi.in

ગુજરાત બોર્ડે ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું,આ રીતે કરો ચેક

Social Share

ગાંધીનગર :ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન, ગુજરાત બોર્ડે ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું છે.જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે.વિદ્યાર્થીઓએ પરિણામ જોવા માટે તેમનો રોલ નંબર અને રોલ કોડ દાખલ કરવો પડશે. ગુજરાત બોર્ડ રીઝલ્ટ ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જોઈ શકો છો.

કેવી રીતે તપાસવું ગુજરાત બોર્ડનું પરિણામ

સૌ પ્રથમ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ

હોમ પેજ પર, પરિણામ લિંક પર ક્લિક કરો અને સીટ નંબર દાખલ કરો.

તે પછી પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.

જો વિદ્યાર્થીઓ તેમનો સ્કોર જોવા માંગતા હોય તો તેઓ પ્રિન્ટ આઉટ પણ લઈ શકે છે.

ગુજરાત બોર્ડની 10 માં ધોરણની માર્કશીટ કેવી રીતે મેળવવી 

વિદ્યાર્થીઓએ નોંધ લેવી જોઈએ કે પ્રોવિઝનલ માર્કશીટ વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ સંબંધિત શાળાઓમાંથી મેળવી શકશે. ગુજરાત બોર્ડ 12માનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વિજ્ઞાનનું પરિણામ 12મી મેના રોજ જાહેર થયું હતું. જે બાદ કોમર્સ અને આર્ટસના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.આ વખતે ગુજરાત બોર્ડે અગાઉ 12માનું પરિણામ જાહેર કર્યું હતું.

10 લાખ વિદ્યાર્થીઓએ 10 માં ધોરણની આપી હતી પરીક્ષા  

આર્ટસ અને કોમર્સની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. આ વર્ષે લગભગ 5 લાખ વિદ્યાર્થીઓએ 12માની પરીક્ષા આપી હતી.ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પહેલા જ ગુજરાત બોર્ડના પરિણામની માહિતી આપી હતી.વિદ્યાર્થીઓ હવે બોર્ડની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે.ગુજરાત બોર્ડની 10માં ધોરણની પરીક્ષામાં લગભગ 10 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.