Site icon Revoi.in

આજથી રાજ્યમાં ગુજરાતન બોર્ડની ઘોરણ 10 અને 12માંની પરિક્ષાનો આરંભ -લાખો વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

Social Share

અમદાવાદઃ- આજે 14 માર્ચના રોજથી ગુજરાત રાજ્યમાં  ઘોરણ 10 અને 12ની પરિક્ષઆઓનો આરંભ થી રહ્યો છે આવી સ્થિતિમાં દરેક વિદ્યાર્થીઓને ચિંતા વિના  પરિક્ષા આપવી જોઈએ,આજથી શરુ થનારી પરિક્ષાઓને લઈને અનેક શાળામાં ચોરી ન થાય તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી છે.

પરિક્ષાઓને લઈને શાળાઓમાં સંપૂર્મ તૈયારીઓ થઈ ચૂકી છે, ત્યારે આજની આ પરિક્ષામાં કુલ, કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. કુલ 139 ઝોનમાં 1 હજાર 623 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે.

આ સાથે જ જો ધોરણ 10ની વાત કરીએ તો તેમાં  9 લાખ, 57 હજાર,  ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5 લાખ, 65 હજાર અને ધોરણ 12 સાયન્સના 1 લાખ, 26 હજાર મળી 16 લાખ 49 હજાર વિદ્યાર્થીઓ પરિક્ષાખંડમાં બેસશે.

ઉલ્લેખનીય છે કે બોર્ડની પરિક્ષઆઓ યોજાી તે પહેલા એક ખાસ બેઠક યોજવામાં આવી હતી જેમાં પરિક્ષામાં ગેરરિતી કરવા મામલે ચર્ચાઓ થઈ હતી આ સાથે જ રાજ્યમાં 66 સેન્ટર સંવેદનશીલ છે જ્યા ખાસ તકેદારીના પગલા લેવાની સુચના અપાઈ છે.

સંવેદનશીલ વિસ્તારોને ઘધ્યાનમાં રાખીને અહી ખાસ પોલીસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.  સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્ર રખાયા છે. જ્યાથી પરીક્ષાની ગણતરીની કલાકો પહેલા પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્ર  લઈ જવાશે.  આ સાથે જ વર્ગખંડમાં મોબાઈલ પણ લઈજઈ શકાશએ નહી, આ બાબતે કડક નિયમો અમલી બન્યા છે.