1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત બોર્ડ દ્વારા આજથી ધોરણ-12 સાયન્સની પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરવાનો પ્રારંભ

ગુજરાત બોર્ડ દ્વારા આજથી ધોરણ-12 સાયન્સની પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરવાનો પ્રારંભ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાનારી ધોરણ-12 સાયન્સની પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાનો પ્રારંભ આજથી શરૂ થયો છે.  અને આગામી તારીખ 9મી, ડિસેમ્બર સુધી શાળાએ નિયમિત તથા રિપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ભરવાના રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-2023માં લેવાનાર ધોરણ-12 સાયન્સની પરીક્ષાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઇન વિદ્યાર્થીઓના ફોર્મ શાળા દ્વારા ભરાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓની સંપુર્ણ વિગતો સાથે બોર્ડની વેબસાઇટ ઉપર આવેદનપત્ર અપલોડ શાળાએ જ કરવાના રહેશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાને લગતી ફી પણ શાળાઓએ ઓનલાઇન ભરવાની રહેશે. જોકે શાળાઓના સંચાલકોએ વિદ્યાર્થીઓના આવેદનપત્રો સમય મર્યાદમાં ભરવાના રહેશે. ઉપરાંત ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવામાં શાળાના સંચાલકોએ કાળજી રાખવાની રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ધોરણ-12 સાયન્સના નિયમિત અને રિપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન જ ભરવાના રહેશે. ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓના આવેદનપત્રો આગામી તારીખ 9મી, ડિસેમ્બર-2022ના રોજ રાત્રીના 12 કલાક સુધી ભરી શકાશે. ઉપરાંત વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવા અંગેની જરૂરી સુચનાઓ અને નિયમો શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં યોજાનારી ધો. 12ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરીક્ષાની કામગીરી માટે શાળાઓના શિક્ષકોની યાદી પણ બનાવી દીધી છે. ધો, 12 સાયન્સની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાની કામગીરી 9મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાશે..

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code