માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી 7મી ફેબ્રુઆરીએ લેવાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત કરવામાં આવતી પ્રખરતા શોધ કસોટી તારીખ 7 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાશે. પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો આગામી તારીખ 15 ડિસેમ્બરથી 30મી ડિસેમ્બર દરમિયાન બોર્ડની વેબસાઈટ gseb.org અથવા prakharta.gseb.org પરથી ફક્ત ઓનલાઇન ભરી શકાશે પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો ભરવા અંગેની જરૂરી તમામ વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત કરવામાં આવતી પ્રખરતા શોધ કસોટી તારીખ 7 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાશે. આ પરીક્ષામાં ઓએમઆર શીટમાં બારકોડ સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની હાજરી માટે બોર્ડની પરીક્ષામાં વાપરવામાં આવતા પત્રક નો ઉપયોગ કરવામાં આવશે. પરીક્ષામાં બે પ્રશ્નપત્ર લેવાશે. જેમાં પ્રશ્નપત્ર એકમાં ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પુછાશે, કુલ 100 પ્રશ્નોના 100 ગુણ હશે અને તે માટે 120 મિનિટ આપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રખરતા શોધ કસોટીના પ્રશ્નપત્ર બેમાં ગણિત વિજ્ઞાન અને માનસિક ક્ષમતાના કુલ 100 પ્રશ્નો 100 ગુણના હશે અને તેના માટે પણ 120 મિનિટ આપવામાં આવશે આ પરીક્ષા એમસીક્યુ એટલે કે ઓએમઆર પદ્ધતિએ લેવામાં આવશે. દરેક સાચા પ્રશ્નનો એક ગુણ છે ખોટા જવાબ માટે 1/3 ગુણ કપાશે. પ્રખરતા શોધ કસોટી પરીક્ષામાં પ્રશ્નપત્ર એક માટે સમય સવારે 11 થી 1 વાગ્યા સુધી અને ત્યારબાદ એક કલાકનો રિસેસ રહેશે અને બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન પ્રશ્નપત્ર 2 લેવામાં આવશે. (file photo)