Site icon Revoi.in

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડેને ધો.10 અને 12ની પરીક્ષા ફીમાં વધારાથી 3.45 કરોડની આવક થશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની આગામી માર્ચ-એપ્રિલમાં લેવાનારી પરીક્ષાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષા ફીમાં કરાયેલા વધારાથી શિક્ષણ બોર્ડને રૂપિયા 3.45 કરોડની આવક થશે. જો કે વધતા જતી મોંઘવારીને કારણે પરીક્ષા ખર્ચમાં પણ વધારો થયો છે. તેના લીધે પરીક્ષાની ફીમાં વધારો કરવાની બોર્ડના સત્તાધિશોને ફરજ પડી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે. ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાની  ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ધોરણ 10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ફીમાં 10 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ પ્રેક્ટિકલ ફીમાં પણ વધારો કરાયો છે. એટલે ફી વધારાથી બોર્ડને 3.45 કરોડની આવક થશે. જો કે બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાનો ખર્ચ પણ વધી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધ્યો છે. સાથે કાગળ અને પ્રિન્ટિંગના ખર્ચમાં વધારો થયો છે. એટલે ના છૂટકે પરીક્ષા ફીમાં વધારો કરાયો હોવાનો બોર્ડના સત્તાધિશો દ્વારા દોવા કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા ફીમાં કરાયેલો 10 ટકાનો વધારો વાલીઓના ખિસ્સા માટે ભારે પડશે. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ફીમાં 35 રૂપિયાનો વધારો થતા હવે બોર્ડને 1,40,93,205 ની આવક થશે. આ જ રીતે રિપીટર અને ખાનગીમાં 20 રૂપિયાનો ફી વધારો ઝીંકાયો છે. જેની આવક 24,17,800 રૂપિયા રહેશે .જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ફીમાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેની આવક 1,27,62,350 રહેશે. આ સિવાય ખાનગી નિયમિત, ખાનગી પુનરાવર્તીત અને પૃથકમાં 30 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેમાં બોર્ડને રૂપિયા 15,94,320 રૂપિયા પ્રાપ્ત થશે.  આમ, કુલ મળીને આંકડો ગણીએ આ ફી વધારાથી શિક્ષણ બોર્ડને સીધી રૂપિયા 3,45,43,815 રૂપિયાની આવક થશે.