1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના વર્ષ 2023-24ના બજેટમાં નવા કોઈ કરવેરા નહીં અને હયાત વેરામાં પણ વધારો ન કરાયો
ગુજરાતના વર્ષ 2023-24ના બજેટમાં નવા કોઈ કરવેરા નહીં અને હયાત વેરામાં પણ વધારો ન કરાયો

ગુજરાતના વર્ષ 2023-24ના બજેટમાં નવા કોઈ કરવેરા નહીં અને હયાત વેરામાં પણ વધારો ન કરાયો

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2023-24નું બજેટમાં નવા કોઈ કરવેરા નાંખ્યા નથી.એટલે કે નવા કરવેરા વિનાનું  બજેટ રજૂ કરાયું. આ બજેટનું કદ અત્યાર સુઘીનું સૌથી વધુ 3 લાખ 1 હજાર 22 કરોડનું નિયત કરાયું છે. ગત વર્ષ કરતા વધુ રકમ તમામ વિભાગોને ફાળવવામાં આવી છે. આ બજેટમાં નવા કોઇ કરવેરો નહી તેમજ જૂના કરવેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. દરેક વર્ગની અપેક્ષા સાકાર કરનારુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ બજેટની કેટલીક જાહેરાતો આંખે ઉડીને વળગે તેવી છે. જેમાં ઉજ્જવલા યોજના હેઠળ 39 લાખ કુટુંબોને દર વર્ષે બે ગેસ સિલિન્ડર મફત આપવા ₹ 500 કરોડની જોગવાઈ કરાઈ છે. તો સાથે જ NFSA કુટુંબો માટે પ્રતિ માસ 1 કિલો ચણા હવે સમગ્ર રાજ્યમાં અપાશે.

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રીએ રજુ કરાલે વર્ષ 2023-24ના બજેટમાં ગુજરાતના નાગરિકો પર કોઈ પણ જાતનો કર નાંખવામાં આવ્યો નથી. કોઈ પણ કરવેરા વગરના ફેરફાર વગરનું આ બજેટ નાગરિકો માટે ફુલગુલાબી બજેટ બની રહ્યું છે. નવા કોઈ કરવેરા વગરના બજેટમાં 3.01 લાખ કરોડ વિવિધ વિભાગોને ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું છે. 916.87 કરોડ પુરાંત વાળું આ બજેટ છે. આ વર્ષના બજેટમાં 24 ટકાનો વધારો કરવામા આવ્યો છે. CNG-PNGના વેટમાં કરાયો ઘટાડો છે. બજેટ સત્ર દરમિયાન કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજી અને પીએનજીનો 15 ટકાથી ઘટાડીને 5 ટકા વેટ કરાયો છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ બજેટને આવકારતા જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યનું આ બજેટ આવનાર પાંચ વર્ષના રોડ મેપને ધ્યાને રાખી રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ લોક હિતકારી અને લોક ઉપયોગી બજેટ છે. આ બજેટ યુવાનો મહિલાઓ, આદિવાસી સમાજ, પ્રવાસન અને રોજગાર વધે તે રીતનું બજેટ રજૂ કરાયુ છે. આ બજેટ વિકસીત ગુજરાતને વધુ વેંગવતું બનાવશે અને જનતાની અપેક્ષાઓ પરિપુર્ણ કરવામાં બજેટ મદદરૂપ નીવડશે. રાજયના અરવલ્લિ,છોટાઉદેપુર,મહિસાગર અને ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થપાશે તેમજ અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ બજેટ આત્મનિર્ભર ભારતની નેમ અને વિકસીત ગુજરાતના પાયાને વધુ મજબૂત કરનારુ રજૂ કરવામાં આવ્યું હોવાથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ રાજયના નાંણામંત્રી કનુભાઇ દેસાઇ સહિત અઘિકારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code