1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત બજેટ, ખેડુતો માટે પણ આકર્ષક જાહેરાતો, પાક કૃષિ યોજના માટે રૂ.2310 કરોડ ફાળવાયાં
ગુજરાત બજેટ, ખેડુતો માટે પણ આકર્ષક જાહેરાતો, પાક કૃષિ યોજના માટે રૂ.2310 કરોડ ફાળવાયાં

ગુજરાત બજેટ, ખેડુતો માટે પણ આકર્ષક જાહેરાતો, પાક કૃષિ યોજના માટે રૂ.2310 કરોડ ફાળવાયાં

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે સરકારે બજેટમાં ખેડુતો માટેની અનેક યોજનાની જાહેરાત કરી હતી. જેમાં પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે રૂ.2310 કરોડની જાગવાઈ કરવામાં આવી છે. તેમજ ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત જોગવાઇ રૂ. 81 કરોડ ફાળવવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે રૂ. 142 કરોડ ફાળવવામાં આવશે.

રાજ્યના નાણા મંત્રીએ બજેટ પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણો દેશ એ એક કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. જગતનો તાત સુખી હશે તો દેશનો વિકાસ થશે અને અને દેશના છેવાડાના માનવી સુધી તેની અસર દેખાશે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને જ ગુજરાત સરકારે પણ પોતાનું આ વર્ષનું બજેટ રજૂ કર્યું છે. મહત્ત્વનું છેકે, પીએમ મોદીએ કૃષિ ક્ષેત્રે નવતર પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવાની સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય કે કુદરતી સંકટ સમયે સહાયરૂપ થવાની વાત હોય, અમારી સરકાર ખેડૂત કલ્યાણ માટે દિવસ-રાત અવિરતપણે કાર્યરત છે. ખેડૂત કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.6 હજાર સહાય આપવાની યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત, આજ સુધી ગુજરાતનાં આશરે 61 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં 10 હજાર કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા 8 હજાર 300 કરોડ રૂપિયા જેવી માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે.

નામા મંત્રીએ આજે રજુ કરેલા બજેટમાં પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે રૂ.2310 કરોડની જોગવાઈ કરી છે. જેમાં કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા જોગવાઇ રૂ. 260 કરોડ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે જોગવાઇ રૂ. 231 કરોડ, તથા  સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે જોગવાઇ રૂ. 213 કરોડ, તેમજ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે જોગવાઇ રૂ. 142 કરોડ. ઉપરાંત પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે જોગવાઇ રૂ. 100 કરોડ, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા રૂ. 100 કરોડ ફાળવાશે.

આ ઉપરાંત ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે એક ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા માટે જોગવાઇ રૂ. 54 કરોડ, ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા અને કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઇ રૂ. 35 કરોડ, તથા ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. 32 કરોડ, તેમજ વન્યપ્રાણીઓ દ્વારા પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે જોગવાઇ રૂ.20 કરોડ, ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરું પાડવા ખાતર સંગ્રહ માટે જોગવાઇ રૂ. 17 કરોડ, કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે માલવાહક વાહનની ખરીદી ઉપર સહાય આપવા જોગવાઇ રૂ. 15 કરોડ, રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા રૂ. 10 કરોડ ફાળવાશે.

રાજ્યના નાણા મંત્રીએ બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 369  કરોડ ફાળવાની જાહેરાત કરી છે. જેમાં કમલમ્ (ડ્રેગન ફુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે જોગવાઇ રૂ. 10 કરોડ, મઘ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા જોગવાઇ રૂ. 10 કરોડ, તેમજ કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ જોગવાઇ રૂ. 7 કરોડ, અને અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવા માટે રૂ. ૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા રૂ. 757 કરોડ ફાળવાશે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code