અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વર્ષ-2023ના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું. ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટ-2023 ની વિવિધ વિષયવસ્તુ-થીમ સાથેનું કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટ-2023ના વિવિધ વિષયવસ્તુ-થીમ આ વર્ષના કલેન્ડરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી દ્વારા તૈયાર કરાયેલું આ કેલેન્ડર G-20 ની વિષયવસ્તુ સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસને સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફસથી વધુ આકર્ષક અને નયનરમ્ય બન્યું છે. આ પ્રસંગે માહિતી નિયામક આર. કે. મહેતા, ડીજીપીએસ વી. એમ. રાઠોડ, અધિક માહિતી નિયામક પુલક ત્રિવેદી, સરકારી ફોટો લીથો પ્રેસના મેનેજર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.