અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)ની 71મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદના આશ્રમ રોડ સ્થિત GCCI પરિસરમાં યોજાઈ હતી. ત્યાર બાદ વર્શષ 2021-22 માટેના નવા હોદ્દેદારોની ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.
વાર્ષિક સામાન્ય સભામાં રાજયભરમાંથી GCCIના સભ્યોએ ભાગ લીધો હતો. સામાન્ય એજન્ડાના મુદ્દાઓ ઉપરાંત GCCIના બંધારણ અને નિયમોમાં મહત્વના સુધારાઓ પણ એજીએમમાં સભ્યોએ સર્વાનુમતે પસાર કર્યાં હતા. કારોબારી સમિતિના સભ્યો કે જેઓ બિનહરિફ ચૂંટાઈ આવ્યાં હતા. તેમના નામ જાહેર કરવામાં આવ્યાં હતા અને સામાન્ય સભા દરમિયાન તેમને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.
વાર્ષિક સામાન્ય સભાના સમાપન બાદ વર્ષ 2021-22 માટે હોદ્દેદારોની નવી ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારંભ GCCIના અગ્રણી સભ્યો, વેપાર અને ઉદ્યોગના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો, શુભેચ્છકો, નવા હોદ્દેદારોના પરિવારના સભ્યો અને કારોબાર સમિતિના અન્ય ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
સમારોહનો પ્રારંભ વર્ષ 2020-21ના હોદ્દેદારો દ્વારા સંક્ષિપ્ત સંબોધન સાથે કરવામાં આવી હતી. તેમણે ઉપસ્થિત મહાનુભાવોને સંબોધ્યા હતા અને પાછલા વર્ષ દરમિયાન તેમના અનુભવો રજૂ કર્યાં હતા. માનદ ખજાનચજી (2020-21) સચિન પટેલ, માનદ સચિવ (રિજિયોનલ)(2020-21) વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ (2020-21) કે.આઈ.પટેલ અને પ્રમુખ (2020-21) નટુભાઈ પટેલે તેમના અનુભવો અને વિચારોને સભા સમક્ષ રજૂ કર્યા અને વર્ષ દરમિયાન તેમને મળેલા સહયોગ બદલ સૌનો આભાર માન્યો હતો.
વર્ષ 2021-22ના હોદ્દેદારોની નવી ટીમને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હેમંત શાહએ નવા પ્રમુખ તરીકેનો પદ ગ્રહણ કર્યો હતો. પથિક પટવારીએ સિનિયર ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સંજીવ છાજરે વર્ષ 2021-22 માટે નવા ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નવનિયુગક્ત હોદ્દેદારોએ પ્રેક્ષકોને સંબોધિત કર્યા અને આવતા વર્ષના કાર્યકાળ માટે GCCI માટેની તેમની કાર્ય યોજના રજૂ કરી હતી.
GCCIના પ્રમુખ (2021-22) હેમંત શાહએ GCCI Vision 2021-22 વિષ્ય પરનું પ્રેઝન્ટેશન સભા સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે GCCI માટે 4 મુખ્ય આધારસ્તંભ પર આધારિત વર્ષ 2021-22 માટેના અભિગમ વિષયે વાત કરી હતી. GCCIની એમ્પાવર્ડ એપેક્સ કમિટીના ચેરમેન પંકજભાઈ પટેલ દ્વારા સભાને સંબોધવામાં આવ્યા અને હોદ્દેદારોની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.