ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ બની સમરસ, વાઈસ સિનિયર પ્રેસિડેન્ટ તરીકે અજય પટેલની વરણી
અમદાવાદઃ રાજ્યના પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટ્રીઝના વાઈસ સિનિયર પ્રેસિડેન્ટ તરીકે સહકારી ક્ષેત્રના અગ્રણી અજય પટેલની બીન હરિફ વરણી થતાં મંડળના તમામ સભ્યોએ નિમણુંકને આવકારી હતી. ચેમ્બર્સમાં આ વખતે ચૂંટણી સમરસ થતાં તમામ પદાધિકારીઓની બીન હરિફ નિમણૂંક થઈ હતી.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટપદ માટે સહકારી અગ્રણી અજય પટેલ ઉમેદવારી નોંધાવતા તમામ ઉમેદવારોએ તેમને સહર્ષ સ્વીકારી લીધા હતા. વાઇસ પ્રેસિડેન્ટ માટે પણ યોગેશ પરીખ બિન હરીફ થઈ જતા ચેમ્બરના મહત્ત્વના હોદ્દા માટેની ચૂંટણી ટળી ગઈ હતી. જુદી જુદી કેટેગરી માટે વધારે ઉમેદવારોએ ઉમેદવારી કરી હોવાથી ચૂંટણી થાય તેવી સંભાવના હતી. આખરે સિનિયર સભ્યોની દખલગીરીથી તમામ કેટેગરીઓ સમરસ થઈ જતા ચેમ્બરની ચૂંટણી ટળી ગઇ છે. કેટેગરીમાં મદનલાલ જૈનને ઉમેદવારી પરત ખેંચતા સત્તાવાર રીતે ચેમ્બરે નવી ટીમ સમરસ થઇ ગઇ હોવાની જાહેરાત કરી દીધી હતી. પ્રમુખ પથિક પટવારીની આગેવાનીમાં નવી ટીમ ત્રીજી જુલાઇએ ચેમ્બરનું સુકાન સંભાળશે.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પદાધિકારીઓમાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અજય પટેલ તથાપ્રમુખ તરીકે પથિક પટવારી, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે યોગેશ પરીખ, તેમજ લાઇફ પેટ્રન સ્થાનિકઃ હિતેન વસંત, અને સંજીવ છાજર તથા લાઇફ પેટ્રન, બહારગામ તરીકે સૌરીન પરીખ, બિઝનેસ એસોસિએશનમાં સ્થાનિક તરીકે ગૌરાંગ ભગત, અને અજય ડી. પટેલ તેમજ બિઝનેસ એસો., બહારગામ વિભાગમાં લાખાભાઈ એમ. કેશવાલા નિયુક્તિ કરવામાં આવી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના કોર્પોરેટ સભ્ય તરીકે શૈશવ શાહ, કૌશલ સોપારકર, ધૃવિલ પટેલ તથાજનરલ કેટેગરી, સ્થાનિક વિભાગમાં ધ્રુવ શાહ, અનિલ જૈન, સમીર શાહ, મનીષ શાહ ઉપેન્દ્ર પટેલ, અંકિત પટેલ, ચેતન શાહ, વિરંચી શાહનિ નિયુક્તિ કરવામાં આવી છે. જનરલ કેટેગરી, બહારગામ વિભાગમાં પ્રફુલ્લ તલસાણીયા, મહેશ પુંજ, જિતેન્દ્ર લાલ,,ભાર્ગવ ઠક્કર, તેમજ સામાન્ય કેટેગરી મહિલા વિભાગમાં ઋનલ પટેલની વરણી કરવામાં આવી છે.