પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોને ગુજરાત ચેમ્બર સમર્થન નહીં આપેઃ પ્રમુખ પથિક પટવારી
Vinayak Barot
Social Share
અમદાવાદઃ પ્રદુષણને ફેલાવતા ઉદ્યોગોને સમર્થન નહીં આપવાની જાહેરાત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું. તેમજ તેમણે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે જી-હબ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સર્વિસ પોલીસી લાવવા માટે પણ સરકાર સમક્ષ અપીલ કરી હતી.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના નવા પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, આપણે સ્ટોંગ રિસર્ચ કરવું પડશે. જ્યારે આપણે ડેલીગેશનની વાત કરીએ તો ઈન્ડરનેશનલ ડેલીગેશનની વાત કરીએ છીએ. પરંતુ ડોમેસ્ટીક ડેલીગેશન પણ ખુબ મહત્વનું છે, દેશમાં 130 કરોડની જનતા છે અને લોકલ ડિમાન્ડ વધારે જ હોય, જેથી લોકલ ડેલીગેશનને વધારે મહત્વ આપવું પડે. આ ઉપરાંત પ્રેઝનટેશન ઉપર પણ વધારે મહત્વ આપવું પડશે. પ્રેઝનટેશન આપ્યાં પછી શું પરિણામ આવ્યું અને ક્યાં અને કેમ અટક્યું તે જાણીને તેને દૂર કરવા વધારે પ્રયાસ કરવા પડશે. જો એડવોકેશીની વાત કરીએ તો તાજેતરમાં જ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બે વર્ષથી વાત ચાલતી હતી. જો કોઈ પણ વ્યક્તિ પ્રદુષણ ફેલાવશે તો ચેમ્બર આવા ઉદ્યોગોને સમર્થન નહીં આપે. નાના ઉદ્યોગો પણ ચેમ્બરના સભ્ય બને, જેથી તેમની સમસ્યાને પણ ચેમ્બર વાચા આપી શકે તેવા અમારા પ્રયાસો રહેશે.
તેમણે સ્ટાર્ટએપને લઈને કહ્યું હતું કે, ચેમ્બર ના સંકુલમાં જ જી-હબ ચાલુ કરવામાં આવશે. જેથી સ્ટાર્ટએપને પ્રોત્સાહન મળશે, જેથી સ્ટાર્ટએપની સાથે જીસીસીઆઈનો વિકાસ થશે. સભ્યો પાસેથી સૂચનો માંગ્યા છે અને તેના આધારે તેઓએ રાજ્યમાં નવા ઉદ્યોગો અને સ્ટાર્ટએસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. હાલ રાજ્યમાં સર્વિસ પોલીસીની ખુબ જરૂર છે, સરકારે આ અંગે પગલા લેવા જોઈએ. રાજ્યમાં આઈડી ક્ષેત્રમાં વધારો થઈ રહ્યો છે જેથી સરકારે આ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવો જોઈએ. ચેમ્બરમાં મહિલાઓ માટે અનામતને બદલે તેમણે પોતાની તાકાત ઉપર એક્ઝિક્યુટીવ કમિટીમાં સ્થાન ઉભુ કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, સરકારે જે એચિમેન્ટ રાખ્યાં હોય તેમાં મદદ કરવી અને નેશનલ સમસ્યામાં મદદ માટે આગળ આવે તેને બિઝનેસ મેન કહેવાય છે.
આ પ્રસંગ્રે ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારતનો ગ્રોથ અને ઈમેજ બનાવતા આપણને 75 વર્ષ લાગ્યાં છે. ગુજરાત સરકાર અને આઠ વર્ષમાં કેન્દ્ર સરકારે અનેક પોલીસ ઘડી છે. ચેમ્બરે ઉદ્યોગોમાં સહકારી મોડલ બનાવવાની શક્યતાઓ તપાસવી જોઈએ.
જીસીસીઆઈના પ્રમુખ તરીકે પથિક પટવારી, સિનીયર ઉપ-પ્રમુખ અજય પટેલ, ઉપ-પ્રમુખ યોગેશ પરીખ, લાઈફ-પેટન સભ્ય (સ્થાનિક) હિતેષ આર વસંત, સંજીવ એમ.છાજરે, લાઈફ-પેટન સભ્ય (બહારગામ) સૌરીન પરીખ, બીઝનેસ એસો. (સ્થાનિક) અજય ડી.પટેલ અને ગૌરાંગ આર.ભગત અને બીઝનેસ એસો.(બહારગામ) લાખાભાઈ કેશવાલાએ પદ ગ્રહણ કર્યું હતું.