Site icon Revoi.in

ગુજરાત: સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી જાણકારી, કહ્યું ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થી યુક્રેનથી પરત ફરશે

Social Share

અમદાવાદ: રશિયા દ્વારા જે રીતે હાલ યુક્રેન પર આક્રમણ કરી દેવામાં આવ્યું છે તેને લઈને હવે વિદ્યાર્થીઓ પાસે પોતાના દેશ પરત ફર્યા સિવાય કોઈ અન્ય વિકલ્પ રહ્યો નથી. દરેક દેશના વિદ્યાર્થીઓ પોતાના દેશ પરત ફરી રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે યુક્રેનમાં ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓ પણ પરત ફરશે.

ગુજરાતના 100 વિદ્યાર્થીઓ આવશે પરતઆ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેરાત છે કે, યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય યુવા વિદ્યાર્થીઓમાં ગુજરાતના 16 જેટલા યુવાનો ખાસ વિમાન દ્વારા હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માન્ય હતો. જ્યારે આ સમગ્ર જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી થકી કરવામાં આવી હતી.

ગુજરાત અને દેશના અનેક વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો યુક્રેનમાં ફસાયા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે એક હેલ્પલાઈન નંબર શરૂ કરીને તમામ નાગરિકો કે જેઓ યુક્રેનમાં ફસાયા છે. તેની વિગતો લેવામાં આવી હતી. જે હવે કેન્દ્ર સરકાર દ્વારા એર ઇન્ડિયાની એક ખાસ ફ્લાઇટની મદદથી 300 લોકોને 26 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે લાવવામાં આવશે.