Site icon Revoi.in

ગુજરાતઃ આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવના

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ શિયાળો ચાલી રહ્યો છે પરંતુ હજુ સુધી જોઈએ તેવી ઠંડી પડી નથી. ડિસેમ્બર મહિનો અડધા ઉપર પૂર્ણ થયો છે જો કે, ઠંડી જોઈએ તેવી ના પડતા ઘઉંનું વાવેતર કરનારા ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. જેથી લોકો ઠંડીનો ચમકારો અનુભવશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે. રાજ્યમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. 48 કલાક બાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. કચ્છના નલિયામાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગરમાં તાપમાન 14.9 ડિગ્રી સેલ્સિયસ હતું. આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે.

ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે ઉત્તરના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોની સાથે રાતના સમયે તાપણાનો સહારો લઈ રહ્યાં છે. દેશમાં આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

(PHOTO-FILE)