Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જવાબદારી સ્વિકારીને રાજીનામું આપ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં ભાજપાએ ઐતિહાસિક જીત મેળવી છે. બીજી તરફ રાજ્યના ઈતિહાસના પ્રથમવાર કોંગ્રેસનો ખરાબ રીતે કહી શકાય તેવો પરાજય થયો છે. કોંગ્રેસ માત્ર 17 બેઠક જીતી શક્યું છે.

ગુજરાતમાં એક-બે ઝોન નહીં તમામ ઝોનમાં કોંગ્રેસનો સફાયો થયો છે અને કોંગ્રેસ 20 બેઠકો સુધી પહોંચી શક્યું ન હતું. કોંગ્રેસને 17 જેટલી બેઠક મળી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, અમે પ્રજાના નિર્ણયને માન આપીને પરાજય માનીએ છીએ, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલને શુભકામના પાઠવી છે.

વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજયની ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ જવાબદારી સ્વિકારીને હાઈકમાન્ડને રાજીનામુ મોકલી આપ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જવાબદારી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને રઘુ શર્માને સોંપવામાં આવી હતી.