- કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાં ગનીબેનનો કર્યો હતો સમાવેશ
- જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો
અમદાવાદઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજ્કીય પક્ષો દ્વારા હાલ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. કોંગ્રેસે પણ પોતાના સ્ટાર પ્રચારકોને ઉતાર્યાં છે, આ સ્ટાર પ્રચારકોમાં ગુજરાતના સાંસદ ગનીબેન ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે, ગુજરાતમાં કોંગ્રેસને વધારે મજબુત કરવાની સાથે રાજ્યના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા માટે સ્ટારપ્રચારકોની યાદીમાંથી ગનીબેન ઠાકોરે પોતાનું નામ પાછુ ખેંચાવ્યું હોવાનું જાણવા મળે છે.
જમ્મુ કાશ્મીરમાં થોડા દિવસોમાં ચુંટણી યોજાવાની છે જેને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ આ વખતે કોઈ રિસ્ક લેવાના મુડમાં નથી. ભાજપા પણ ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ભાજપનો દબદબો છે અને લોકસભાની સૌથી વધારે બેઠકો ઉપર ભાજપ જીતતું આવ્યું છે જો કે, ગત ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનું પ્રદર્શન તેના પહેલાની ચૂંટણીની સરખામણીએ થોડુ ખરાબ રહ્યું હોય તેમ 25 બેઠકો ઉપર જીત મેળવી હતી. જ્યારે એક બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાન ગનીબેન ઠાકોરની જીત થઈ હતી. બનાસકાંઠામાં કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉતાર્યા હતા જે વિજયી રહયા હતા, જેથી ગેનીબેન ઠાકોરનું કદ કોંગ્રેસમાં વધ્યું છે. કોંગ્રેસે જમ્મુ કાશ્મીરમાં ચુંટણી લડવા માટે સ્ટાર પ્રચારકોની લિસ્ટ જાહેર કરી હતી જેમાં ગેનીબેન ઠાકોરનું નામ પણ હતું. આ વાતને જાણીને ગેનીબેન સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી, પણ આ સ્ટાર પ્રચારકની યાદીમાંથી ગેનીબેને પોતાનું નામ પાછું ખેચી લીધું હતું. તેમણે ગુજરાતની રાજનીતિમાં જ પોતાનો રસ દાખવ્યો હતો તેમણે ગુજરાતના વિકાસ માટે અગ્રસર રહેવાની ઈચ્છા દર્શાવી હતી.