1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર થવાના સમયે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે
રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર થવાના સમયે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે

રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર થવાના સમયે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે

0
Social Share

અમદાવાદઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને અગ્રણી રાહુલ ગાંધીને એક જુના કેસમાં આગામી 13મી જુનના રોજ  ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરાયો છે, કે, ભાજપની કેન્દ્ર સરકાર રાજકીય બદલો લેવાની ભાવનાથી ઈડીના હથિયાર થકી ગાંધી પરિવારને પરેશાન કરવાના પ્રયાસો કરી રહી છે.  રાહુલ ગાંધી સામવારે ઈડી સમક્ષ હાજર થવાના છે, ત્યારે આ મામલે કોંગ્રેસ દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી પોતાનો વિરોધ નોંધાવશે. જેને લઇને અમદાવાદ ખાતે પણ કોંગ્રેસ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સોમવારે  વિરોધ પ્રદર્શન કરશે. સાથે જ સોશિયલ મીડિયામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ‘હું પણ ED ઓફિસ જઈશ’, નામે કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ તા.13મીને સોમવારે રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવાના હુકમ સામે કોંગ્રેસ દ્વારા દેશ વ્યાપી વિરોધ નોંધાવાશે. સોમવારે રાહુલ ગાંધી દિલ્હી સ્થિત ED કચેરીમાં હાજર રહેવાના છે, ત્યારે આ સમય દરમિયાન દેશના અલગ અલગ તાલુકા મથકો પર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જ્યાં સુધી રાહુલ ગાંધી કચેરીમાં પૂછપરછ થાય, ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી પોતાનો વિરોધ પ્રગટ કરશે. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધી ED સમક્ષ હાજર રહેવાના હોવાથી તેમનો ગુજરાત પ્રવાસ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. અગાઉ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે રાહુલ ગાંધી 12મી જૂન એટલે કે રવિવારના રોજ દક્ષિણ ગુજરાતના વાંસદાના ચારણવાડા ગામે સભાને સંબોધન કરવાના હતા. પરંતુ સોમવારે તેમને ED સમક્ષ હાજર રહેવાનું છે. જેને લઇને તેમના ગુજરાત પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

 

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code