1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા 15 જિલ્લામાં ક્રાઈમ પોલીસ સ્ટેશન ઉભા કરાશે
ગુજરાતઃ સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા 15 જિલ્લામાં ક્રાઈમ પોલીસ સ્ટેશન ઉભા કરાશે

ગુજરાતઃ સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા 15 જિલ્લામાં ક્રાઈમ પોલીસ સ્ટેશન ઉભા કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધતાની સાથે લોકો હવે ઓનલાઈન ટ્રાન્જેક્શન કરતા થયા છે. બીજી તરફ ઠગો નવી-નવી તરકીબ અજમાવીને લોકો સાથે ઠગાઈ આચરી રહ્યાં છે. આમ સાઈબર ક્રાઈમના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારે સાઈબર ક્રાઈમના બનાવો અટકાવવા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકારના ગૃહવિભાગે સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા માટે 15 જિલ્લામાં ક્રાઈમ પોલીસ સ્ટેશન ઉભા કરશે.

રાજ્ય સરકારે વિધાનસભામાં આજે બજેટ રજૂ કર્યું હતું. જેમાં ગૃહવિભાગ માટે રૂ. 8574 કરોડની ફાળવણી કરી છે.  કાયદો અને વ્યવસ્થા જળવાયેલા રહે તે માટે પોલીસ તંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે રૂપિયા 257 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પોલીસ જવાનો અને અધિકારીઓના આવાસ માટે ચાલુ વર્ષે રૂપિયા 315 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મો઼ડાસા જેલના નિર્માણ માટે રૂપિયા 22 કરોડની ફાળવણી કરી છે. સાયબર ક્રાઇમને નાથવામાં 15 જિલ્લામાં ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવા રૂપિયા 14 કરોડની જોગવાઈ કરી છે.

બોમ્બ ડીટેકશન એન્ડ ડીસ્પોઝેબલ ક્સવોડ(BDDS) ટીમની કામગીરીની સાધન સામગ્રીની ખરીદી માટે રૂપિયા 9 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇ-ગુજકોપની કામગીરી ઝડપી બનાવવા ટેમ્બલેટની ખરીદી કરવા રૂપિયા 6 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પોલીસ તંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે રૂપિયા 257 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની પોલીસને અત્યાધુનિક શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવેલા છે. નોંધનીય છે કે ગત વર્ષે  ગૃહ વિભાગનું બજેટ રૂપિયા 8325 કરોડ હતું.  જેમાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code