Site icon Revoi.in

ગુજરાત:કોરોનાને કારણે 31 જાન્યુઆરી સુધી અંબાજીના દર્શન બંધ

Social Share

બનાસકાંઠા : સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. જેમાં ગુજરાતમાં પણ પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.જેને પગલે યાત્રાધામ અંબાજી મંદિરને 31 જાન્યુઆરી સુધી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અગમચેતીના ભાગરૂપે સંક્રમણ ન ફેલાય તે હેતુથી વ્યવસ્થાપક સમિતિ દ્વારા અંબાજી મંદિર ગબ્બર મંદિર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 15 જાન્યુઆરી 2022 થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જે નિર્ણયને લંબાવતા હવે મંદિરના દ્વાર ભક્તો માટે 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં સરકાર દ્વારા તમામ પગલા લેવામાં આવ્યા છે જેનાથી સંક્રમણને રોકી શકાય.