- 5.39 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ
- સરકારના નિર્ણયથી દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં ખુશી
અમદાવાદઃ ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃતિ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 5.39 લાખ વિદ્યાર્થીઓને લાભ થવાની આશા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સરકાર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી રાજ્યમાં 40 ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ આપવામાં આવતો હતો. જો કે, હવે 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃતિનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એજ્યુકેશનમાં સુધારા માટે સરકાર દ્વારા સતત પગલા ભરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ ધો-11 અને 12માં નવા સાત વિષયનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે શારીરિક રીતે અક્ષમ વિદ્યાર્થીઓ પણ ભણીગણીને પગભર થઈ શકે તે દિશામાં પણ સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
(Photo-File)