Site icon Revoi.in

ગુજરાતઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટથી બેંગકોક સીધી ફ્લાઈટ સેવા શરુ થશે

Social Share

અમદાવાદઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુવિધામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં સુરતથી સીધા બેંગ્કોક જવાની સુવિધા મળી રહે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. જેથી સુરતથી બેંગ્કોક જનારા પ્રવાસીઓને વાયા મુંબઈ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેવાની છે. તે સાથે સુરત એરપોર્ટ પરથી શારજાહ, દુબઈ બાદ બેંગકોકની ફલાઇટની સુવિધા મળશે. આગામી દિવસોમાં વધુ ફલાઇટ મળવાની શક્યતાઓ જોવાઈ રહી છે. તેમાં પણ દિવાળી પહેલા સુરતથી વિદેશમાં જવા માટે વધુ ફ્લાઇટ મળી શકે તેમ છે.

સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થઇ ગયું છે. જ્યાં વિદેશથી ડાયમંડ બાયર્સ વેપારી માટે આવતા હોય છે. તે ઉપરાંત વિદેશ જવા માટે સીધી ફ્લાઈટની સુવિધા હોય તો ઝડપથી તેનો વિકાસ થઈ શકે તેમ છે. આ માટે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી. જેને કારણે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું.