- ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને જોડાવવા અપીલ
- તમામ કર્મચારીઓ ગુરુવારથી ખાદીના વસ્ત્રોની કરશે ખરીદી
- મોદીને આવતીકાલે શાસનમાં 20 વર્ષ થશે પૂર્ણ
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 2 ઓક્ટોબરે ગાંધીજ્યંતિની ઉજવમી કરવામાં આવી હતી. બીજી તરફ ખાદીનો વપરાશ વધે અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાદીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. દરમિયાન 25મી ઓક્ટોબરના રોજ ગુજરાતના શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ ખાદીના વસ્ત્રો ધારણ કરીને ખાદી દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવી છે. વિપક્ષની ઓફિસ બંધ કરાવવા માટે ભાજપને મેન્ટેડ આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતની જનતાએ ભાજપની બેઠકોમાં સતત વધારો કર્યો છે. દરમિયાન મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં એક મીટીંગ મળી હતી. જેમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને જણસીના દાખલા આપવાનો નિર્ણય કરાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં આવતીકાલે 20 વર્ષ પૂર્મ થઈ રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ ખાદીને પ્રોત્સાહન આપવા તમામ લોકોને ખાદીનું એક કાપડ ખરીદવા માટે અપીલ કરી હતી. જેથી શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ એક-એક જોડીની ખરીદી કરશે. એટલું જ નહીં તા. 25મી ઓક્ટોબરના રોજ તમામ કર્મચારીઓ ખાદીના વસ્ત્રો પહેરીને ખાદી દિવસની ઉજવણી કરશે. આ અભિયાનમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને જોડાવવા અપીલ કરાઈ છે.