Site icon Revoi.in

ગુજરાત ચૂંટણી 2022: ભાજપાએ છ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપાએ વધુ છ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. અગાઉ ભાજપાએ કુલ 182 બેઠકો પૈકી 160 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. જ્યારે વધુ 6ના નામ જાહેર કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં ભાજપ દ્વારહા 166 ઉમેદવારોના નામ જાહેર કરાયાં છે. બાકી રહી ગયેલા 16 ઉમેદવારોના નામ પણ ટુંક જ સમયમાં જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં સમાવિષ્ઠ ધોરાજી બેઠક ઉપર મહેન્દ્ર પાડલિયા, ખંભાળિયા બેઠક ઉપર મૂલુભાઈ બેરા, કુતિયાણા બેઠક ઉપર ઢેબીબેન માલદેભાઈ ઓડેદરા, ભાવનગર પૂર્વ બેઠક ઉપર સેજલ રાજીવકુમાર પાંડ્યા, ડેડાયાપાડા બેઠક ઉપર હિતેશ દેવજી વસાવા અને ચોર્યાસી બેઠક ઉપર સંદીપ દેસાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. આમ ભાજપાએ પ્રથમ તબક્કાની છ બેઠકમાં બે મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં ભાજપાએ કુલ 16 જેટલી મહિલાઓને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં ભાજપ દ્વારા અન્ય ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેલ કરી દેવામાં આવ્યો છે. તેમજ હાલ ઉમેદવારોના ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી પ્રચારની રૂપરેખા ઘડવામાં આવી રહી છે.