Site icon Revoi.in

ગુજરાત ઈલેક્શનઃ PM મોદી અને ગૃહમંત્રી શાહ એ રાજ્યની જનતાને મતદાન કરવા કરી અપીલ

Social Share

અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આરંભ થી ચૂક્યો છે,બે તબક્કામાં મતદાન યોજાવાનું હચું જેમાંથી આજે એટલે કે 1લી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે રાજ્યના 19 જીલ્લાઓમાં આજે 788 ઉમેદવારો પર દાવ લગાવાઈ રહ્યો છે અને કુલ 89 સીટો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદગીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે

પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદી સહીત ,ગૃહમંત્રી શાહ એ પણ રાજ્યની જનતાને મતદાન કરવા અપીલ કરી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સતત પ્રચારમાં જોતરાઈ છે,પોતે પીએમ મોદીએ ચૂંટણી પ્રચારની કમાન સંભઆળી હતી

આજરોજ પીએમ મોદીે ટ્વિટ કરીને લખ્યું છે કે- “આજે ગુજરાત ચૂંટણીનો પહેલો તબક્કો છે. હું આજે મતદાન કરનારા દરેક લોકો, ખાસ કરીને જે લોકો પહેલી વયખત મતદાન કરી રહ્યા છે તેવા મતદાઓને રેકોર્ડ સંખ્યામાં પોતાના મતાધિકારનો પ્રયોગ કરવાનું આહ્વાન કરું છું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કરતા પહેલા ટ્વીટ કર્યું હતું કે “છેલ્લા બે દાયકામાં, ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બની ચૂક્યું છે, જેનો દરેક ભારતીયને ગર્વ પણ છે. પરંતુ ગુજરાતની જનતા દ્વારા ચૂંટાયેલી મજબૂત સરકારને કારણે જ આ શક્ય બન્યું છે. લોકોને અપીલ. આ વિકાસ યાત્રા ચાલુ રાખવા માટે મતદારો અભૂતપૂર્વ ઉત્સાહ અને સંખ્યા સાથે મતદાન કરે.”