અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો ઉપર આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. રાજ્યના વિવિધ મતદાન કેન્દ્રો ઉપર નજર રાખવા માટે ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ ઉભો કરાયો હતો. અહીંથી ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીઓએ મતદાન મથકો ઉપર નજર રાખી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન પર નજર રાખવા માટે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. રાજ્યમાં આજે વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થયું હતું. ત્યારે તમાંમ મતદાન કેન્દ્રો પર મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા સીધી નજર રાખવા માટે ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો. આ મોનિટરીંગ રુમ દ્વારા 19 જિલ્લાઓના તમામ મતદાન કેન્દ્રો પર અધિકારીઓ દ્વારા સીધી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને કેટલાક સંવેદનશીલ મથકો પર પણ અધિકારીઓ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોઈ ઇચ્છનીય બનાવ ન બને તાથા બુથ કેપ્ચરીંગ કે ફ્રોડ વોટીંગ ન થાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા મોનિટરિંગ રૂમ બનાવવામાં આવ્યા હતા. અધિકારીઓ સવારે 8:00 વાગે શરૂ થાય તે પૂર્વેથી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખી રહ્યા હતા.