Site icon Revoi.in

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લાંબાગાળા માટે 3000 મેગાવોટ વીજળી ખરીદશે

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સંચાલિત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્રારા લાંબા ગાળાના ધોરણે થર્મલ પાવર પ્લાન્ટસમાંથી  3,000  મેગાવોટ વીજળી મેળવવાની યોજના ધરાવે છે. સર્વેાચ્ચ પાવર યુટિલિટીએ વીજ પ્રાપ્તિ માટે બિડ દસ્તાવેજોનો મુસદ્દો પણ તૈયાર કર્યેા છે અને રસ ધરાવતા હિસ્સેદારો પાસેથી મંતવ્યો અને ટિપ્પણીઓ માંગી છે.

ઉર્જા વિકાસ નિગમના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર હાલના અને નવા ડિઝાઇન, બિન્ડ, ફાયનાન્સ, માલિકી અને સંચાલનના આધારે વીજ થર્મલ પ્લાન્ટમાંથી વીજળી ખરીદવામાં આવશે. આ પ્લાન્ટ કેન્દ્ર સરકારની શકિત યોજના હેઠળ ફાળવવામાં આવેલા કોલસાનો ઉપયોગ કરે છે.  ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ડ્રાટ બિડ ડોકયુમેન્ટ માટે ગુજરાત ઇલેકિટ્રસિટી રેગ્યુલેટરી કમિશનની મંજૂરી મેળવ્યા બાદ બિડ મંગાવવા માંગે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતને 2023  સુધીમાં શકિત યોજના હેઠળ કોલસો મળવાનું શરૂ થશે. ઉર્જા વિકાસ નિગમ એ એક નોટિસમાં જણાવ્યું હતું કે, વીજ પુરવઠા માટે કરારનો સમયગાળો 15 વર્ષનો રહેશે અને બિડ સબમિટ કરવા માટેની નોંધણી અને પ્રક્રિયાની તારીખ નિગમ દ્રારા અલગથી જણાવવામાં આવશે, ત્યારે સરકારી કંપની બિડ દસ્તાવેજો માટે વીજ નિયમન પંચની મંજૂરી મેળવશે. ઉર્જા વિકાસ નિગમ લગભગ એક દાયકા પછી થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજળી ખરીદવા માટે બિડ મંગાવવાની યોજના ધરાવે છે.   છેલ્લે 2010 માં થર્મલ પાવર ઉત્પાદકો પાસેથી બિડ માંગી હતી અને હવે ફરી બિડ માગવામાં આવી રહી છે, જેના કારણે વીજગ્રાહકોની માંગને સંતોષી શકાશે