Site icon Revoi.in

ગુજરાતમાં વહેલી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ

Social Share

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સુકુ રહશે. તો હાલ અમદાવાદમાં 20 ડિગ્રી ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 

આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આ તરફ આજે રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.અમદાવાદમાં 18 ડિગ્રી, ગાંધીનગરમાં 17 ડિગ્રી, રાજકોટમાં 18 ડિગ્રી, જ્યારે નલિયામાં 14 અને ભુજમાં 17 ડિગ્રી લધુતમ તાપમાન રહ્યું હતું. 

ગુજરાતમાં હાલ પવનની દિશા પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે. પરંતુ વરસાદની કોઇ સંભાવના નથી. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં વહેલી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થાય છે.